Isaiah 49:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું સ્ત્રી પોતાના બાળકને, અરે પોતાના સ્તનપાન કરતા બાળકને ભૂલી જાય, પોતાના પેટના દીકરા પર તે દયા ન કરે? હા, કદાચ તે ભૂલી જાય પરંતુ હું તને ભૂલીશ નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી પ્રભુ કહે છે, “શું માતા પોતાના ધાવણા બાળકને ભૂલી જાય? શું તે પોતાના પેટના સંતાનને વહાલ ન કરે? કદાચ, માતા પોતાના બાળકને વીસરી જાય, પણ હું તને કદી ભૂલી જઈશ નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
[પ્રભુ કહે છે] “શું સ્ત્રીઓ પોતાના પેટના દીકરા પર દયા ન કરે, એવી રીતે કે તે પોતાના ધાવણા બાળકને વીસરી જાય? હા, કદાચ તેઓ વીસરે, પરંતુ હું તને વીસરીશ નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ યહોવા કહે છે, “કોઇ માતા પોતાના બાળકને કઇં રીતે ભૂલી જઇ શકે? પોતાના પેટના સંતાનને હેત કરવાનું કઇ રીતે ભૂલી જઇ શકે? કદાચ માતા ભૂલી જાય, પણ હું તને નહિ ભૂલું.