Isaiah 49:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પ્રભુ યહોવાહ એવું કહે છે: "જુઓ, હું વિદેશીઓની તરફ મારો હાથ ઊંચો કરીશ; લોકોની તરફ મારી ધ્વજા ઊંચી કરીશ. તેઓ તારા દીકરાઓને તેમના હાથમાં ઊંચકીને અને તારી દીકરીઓને ખભા પર બેસાડીને લાવશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ પરમેશ્વર પોતાના લોકને કહે છે, “હું હાથનો ઈશારો કરી બિનયહૂદી પ્રજાઓને અને વજાના સંકેતથી લોકોને બોલાવીશ. તેઓ પોતાની કેડમાં તારા પુત્રોને અને પોતાના ખભા પર તારી પુત્રીઓને ઊંચકીને લઈ આવશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પ્રભુ યહોવા એવું કહે છે, “જુઓ, હું વિદેશીઓની તરફ મારો હાથ ઊંચો કરીશ, અને લોકોની તરફ મારી ધ્વજા ઊભી કરીશ. તેઓ તારા દીકરાઓને ગોદમાં લઈને આવશે, અને તારી દીકરીઓને ખભે બેસાડીને લાવશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા મારા દેવ કહે છે, “જુઓ, હું વિદેશીઓ તરફ મારો હાથ ઊંચો કરીશ, અને લોકો તરફ મારો ધ્વજ રાખીશ. અને તેઓ તારા પુત્રોને પોતાના ખોળામાં ઊંચકીને અને તારી પુત્રીઓને ખભા પર બેસાડીને તારી પાસે પાછા લાવશે.