Isaiah 49:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ યહોવાહ એવું કહે છે કે: "હા, શૂરવીર પાસેથી બંદીવાનોને લઈ લેવાશે અને લૂંટ છીનવી લેવાશે; કેમ કે હું તારા વિરોધીઓનો વિરોધ કરીશ અને તારાં બાળકોને બચાવીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો પ્રભુ જવાબ આપે છે, “હા, તે જ પ્રમાણે બનવાનું છે. યોદ્ધાઓ પાસેથી બંદીવાનો છોડાવી લેવાશે અને જુલમગાર પાસેથી લૂંટ પચાવી પડાશે. તારી વિરુદ્ધ લડનારા સામે હું લડીશ અને તારાં બાળકોને બચાવીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પરંતુ યહોવા એવું કહે છે કે, પરાક્રમીઓના બંદીવાન પણ હરી લેવાશે, ને ભયંકરની લૂંટ પડાવી લેવાશે. પણ તારી સાથે જેઓ લડે છે તેઓની સાથે હું લડીશ, ને હું તારાં છોકરાંઓને તારીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ યહોવા કહે છે કે, “જોરાવરના હાથમાંથી લૂંટનો માલ ઝૂંટવી લેવાશે જ, અને દુષ્ટના હાથમાંથી કેદીને છોડાવાશે જ. તારી સામે જેઓ લડતા હશે તે બધાની સાથે હું લડીશ અને તારાં બાળકોને હું પોતે બચાવીશ.