Isaiah 49:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે યહોવાહ જેમણે મને ગર્ભસ્થાનથી પોતાનો સેવક થવા માટે ઘડ્યો છે, તે કહે છે, યાકૂબને મારી પાસે પાછો ફેરવી લાવ અને ઇઝરાયલને મારી પાસે એકત્ર કર. યહોવાહની દૃષ્ટિમાં હું માન પામેલો છું અને ઈશ્વર મારું સામર્થ્ય થયા છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યાકોબને પોતાની પાસે પાછો લાવવા અને ઇઝરાયલના વિખેરાઈ ગયેલા લોકને પોતાની પાસે એકઠા કરવા પ્રભુએ મને તેમનો સેવક થવાને ગર્ભસ્થાનમાં ઘડયો હતો. તેથી તો હું પ્રભુની દષ્ટિમાં સન્માન પામેલો છું અને એ મારા ઈશ્વર મારા સામર્થ્યનો સ્રોત છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે યહોવા જેમણે મને ગર્ભસ્થાનથી પોતાનો સેવક થવા માટે બનાવ્યો છે, તે કહે છે, “તું મારી પાસે યાકૂબને પાછો ફેરવી લાવ, ને ઇઝરાયલને મારી પાસે એકઠા કર”; (કેમ કે યહોવાની દષ્ટિમાં હું માન પામેલો છું, ને મારા ઈશ્વર મારું સામર્થ્ય થયેલા છે).
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હું માતાના ગર્ભમાં હતો ત્યારથી યહોવાએ મને પોતાનો સેવક નીમ્યો હતો, જેથી હું યાકૂબના વંશજોને, ઇસ્રાએલના લોકોને, પાછા એને ચરણે લાવું. તેણે મારો મહિમા કર્યો અને મને બળ આપ્યું.” આ યહોવા કહે છે: