Isaiah 49:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે કહે છે, "તું યાકૂબનાં કુળોને પુનઃસ્થાપિત કરવા તથા ઇઝરાયલના શેષ બચેલાઓને પાછા લાવવા માટે મારો સેવક થાય એ થોડું કહેવાય. હું તને વિદેશીઓ માટે પ્રકાશરૂપ બનાવીશ, જેથી પૃથ્વીના છેડા સુધી તું ઉધ્ધાર પહોંચાડનાર થશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ કહ્યું, “તોપણ હે મારા સેવક, યાકોબનાં કુળોને સંસ્થાપિત કરવાં અને મેં ઇઝરાયલના બચાવી રાખેલા લોકને પાછા ફેરવવા એ તો તારે માટે કંઈ બહુ મોટું કામ નથી; એથી વિશેષ, હું તો તને બિનયહૂદી પ્રજાઓ માટે પ્રકાશરૂપ કરીશ. જેથી તું પૃથ્વીને છેડેછેડે મારા ઉદ્ધારને પ્રસરાવે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે તો કહે છે, “તું યાકૂબનાં કુળોને ઊભાં કરવા માટે, તથા ઇઝરાયલમાંના [નાશમાંથી] બચેલાઓને પાછા લાવવા માટે મારો સેવક થાય, એ થોડું કહેવાય; માટે પૃથ્વીના છેડા સુધી મારું તારણ પહોંચવા માટે વિદેશીઓને અર્થે હું તને પ્રકાશરૂપ ઠરાવીશ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ઇસ્રાએલને મારા માટે પુન:સ્થાપિત કરવા ઉપરાંત તું વધારે કામ કરીશ, પૃથ્વીની સર્વ પ્રજાઓમાં તારણ પહોંચાડવા હું તને તેઓ માટેનો પ્રકાશ બનાવીશ.”