Isaiah 5:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પોતે દેશમાં એકલા રહેનારા થાય ત્યાં સુધી, જેઓ ઘર સાથે ઘર જોડી દે છે અને ખેતર સાથે ખેતર જોડે છે, તેમને અફસોસ!
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારી કેવી દુર્દશા થશે! તમે ઘર પર ઘર વધાર્યા કરો છે અને ખેતર પર ખેતર વિસ્તારો છો, એટલે સુધી કે દેશમાં માત્ર તમે એકલા જ રહો છો અને બીજા કોઈ માટે જગ્યા મળતી નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પોતે દેશમાં એકલા રહેનારા થાય ત્યાં સુધી જેઓ ઘર સાથે ઘર જોડી દે છે, અને જગા જરાયે રહે નહિ, એવી રીતે ખેતર સાથે ખેતર મેળવે છે, તેમને અફસોસ!
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે માલમિલકતમાં ખેતરો અને મકાનો ખરીદીને ભેગાં કર્યા જાઓ છો, એટલી હદ સુધી કે દેશમાં તમે એકલા જ રહી જાઓ છો ને બીજા કોઇ માટે જગા જ રહેતી નથી તેમને અફસોસ.