Isaiah 50:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જુઓ, તમે સર્વ અગ્નિ સળગાવનારા, જે મશાલોથી સજ્જ છો: તમારી સળગાવેલ જ્યોતમાં અને તમારી મશાલોના પ્રકાશમાં ચાલો. યહોવાહ કહે છે, 'મારા હાથથી,' 'આ તમારી પાસે આવશે: તમે વિપત્તિના સ્થાનમાં પડી રહેશો.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ હાલ જેઓ અગ્નિ પેટાવે છે અને સળગતી મશાલો ધરાવે છે તેવા તમે તમારા પેટાવેલ અગ્નિના અને સળગતી મશાલોના પ્રકાશમાં ચાલો. પ્રભુને હાથે તમારા આવા હાલ થશે: તમે વેદનામાં રિબાયા કરશો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જુઓ, સર્વ અગ્નિ સળગાવનારા, કમરે બળતાં ખોયણાં બાંધનારા, તમે તમારા [સળગાવેલા] અગ્નિની જ્વાળામાં તથા તમે પોતે સળગાવેલાં ખોયણાંમાં ચાલો. મારા હાથથી તમારે માટે એ જ નિર્ણિત થયેલું છે; તમે વિપત્તિ સ્થાનમાં પડી રહેશો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પણ તમે બધા તો અગ્નિ પેટાવો છો અને ઝાડના કૂંઠા બાળો છો. તો જાઓ, અગ્નિની જવાળાની વચ્ચે અને તમે જાતે સળગાવેલાં ઝાડના ઠૂંઠા વચ્ચે ચાલો. યહોવાને હાથે તમારી આ દશા થવાની છે. તમે દુ:ખમાં જ સબડવાનાં છો અને વિપત્તિમાં જ પડ્યા રહેવાના છો.”