Isaiah 51:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે જેઓ ન્યાયીપણાને અનુસરો છો, તમે જેઓ યહોવાહને શોધો છો, તમે મારું સાંભળો: જે ખડકમાંથી તમને કોતરી કાઢવામાં આવ્યા છે અને જે ખાણમાંથી તમને ખોદી કાઢવામાં આવ્યા છે તેની તરફ જુઓ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ કહે છે, “હે સદાચારને અનુસરનારા અને મને પ્રભુને શોધનારા, તમે મારું કહ્યું સાંભળો. તમને જે ખડકમાંથી ખણી કાઢવામાં આવ્યા છે અને જે ખાણમાંથી ખોદી કાઢવામાં આવ્યા છે તે તમારા ઉદ્ભવસ્થાનને જુઓ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“હે ધાર્મિકપણાને અનુસરનારા, યહોવાને શોધનારા, તમે મારું સાંભળો: જે ખડકમાંથી તમને ખણી કાઢવામાં આવ્યા તેને, તથા જે ખાણમાંથી તમને ખોદી કાઢવામાં આવ્યા તેના બાકોરાને નિહાળીને જુઓ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા કહે છે, “હે ન્યાયની અપેક્ષા રાખનારાઓ, મને પ્રાપ્ત કરવા ઇચ્છનારાઓ. મારુ કહ્યું સાંભળો! જે ખડકમાંથી તમને તોડી નાખવામાં આવ્યા છે તેનો ખ્યાલ કરો, જે ખાણમાંથી તમને ખોદી કાઢવામાં આવ્યા છે, તેનો વિચાર કરો.