Isaiah 51:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે હું યહોવાહ તમારો ઈશ્વર છું, જે સમુદ્રને ખળભળાવે છે, તેથી તેનાં મોજાંઓ ગર્જના કરે છે; સૈન્યોના ઈશ્વર યહોવાહ તેમનું નામ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું પ્રભુ તમારો ઈશ્વર છું. હું સમુદ્રને ખળભળાવું છું, એટલે તેનાં મોજાંઓ ગર્જના કરે છે. સર્વસમર્થ યાહવે એ જ મારું નામ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે હું યહોવા તારો ઈશ્વર છું કે, જે સમુદ્રને એવો ખળભળાવે છે કે તેનાં મોજાંઓ ગર્જના કરે છે! સૈન્યોના [ઈશ્વર] યહોવા એ તેમનું નામ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હું તમારો દેવ યહોવા છું, હું સાગરને ખળભળાવીને ગર્જના કરતા મોજાં પેદાં કરું છું.” મારું નામ સૈન્યોના દેવ યહોવા છે.