Isaiah 51:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારા પર આ બે દુઃખ આવી પડશે - કોણ તારે લીધે શોક કરશે? - પાયમાલી તથા વિનાશ, દુકાળ તથા તરવાર. કોણ તને સાંત્વના આપશે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તારા પર તો બેવડી આપત્તિ આવી પડી છે: યુદ્ધને લીધે પાયમાલી અને વિનાશની સાથોસાથ ભૂખમરો પણ છે અને તારા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવનાર કોઈ નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારા પર આ બે [દુ:ખ] આવી પડયાં છે; કોણ તારે લીધે શોક કરશે? પાયમાલી તથા વિનાશ, દુકાળ તથા તરવાર [તારા પર આવી પડયાં છે]. હું શી રીતે તને દિલાસો આપીશ?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વિનાશ અને પાયમાલી, દુષ્કાળ અને યુદ્ધ આ બે આફતો તારે માથે આવી છે ત્યારે કોણ તને દિલાસો આપે? કોણ તને હિંમત આપે?