Isaiah 51:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારા પ્રભુ યહોવાહ, તમારા ઈશ્વર, જે પોતાના લોકો માટે વાદ કરનાર છે, તે એવું કહે છે: "જો, લથડિયાં ખવડાવનારો પ્યાલો મેં તારા હાથમાંથી લઈ લીધો છે, મારા કોપનો કટોરો હવે પછી તું કદી પીનાર નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી પ્રભુ પરમેશ્વર, તમારા ઈશ્વર તમારા બચાવપક્ષે બોલે છે. મેં તમારા હાથમાંથી તમને લથડિયાં ખવડાવનાર કોપનો પ્યાલો લઈ લીધો છે. હવે પછી તમારે કદી એ કોપના મોટા પ્યાલામાંથી પીવાનો વારો આવશે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારા યહોવા તથા તારા ઈશ્વર, જે પોતાના લોકોને માટે વાદ કરનાર છે, તે એવું કહે છે, “જો લથડિયાં ખવડાવનારો પ્યાલો, ને મારા કોપનો કટોરો મેં તારા હાથમાંથી લઈ લીધો છે; તેમાંનું તું હવે પછી કદી પીનાર નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પોતાના લોકોનો પક્ષ લેનાર તારા દેવ યહોવા એમ કહે છે કે, “જો, હું તારા હાથમાંથી મારા રોષનો પ્યાલો, તને લથડિયાં ખવડાવનારનો પ્યાલો લઇ લઉં છું, હવે તારે એ પીવો નહિ પડે.