Isaiah 51:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"હે મારા લોકો, મારી વાત પર ધ્યાન આપો; હે મારી પ્રજા, મારી વાત સાંભળો! કેમ કે નિયમ મારી પાસેથી નીકળશે અને હું મારો ન્યાયચુકાદો દેશોના અજવાળાને માટે સ્થાપિત કરીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે મારા લોક, મારું સાંભળો. હે મારી પ્રજા, મારા કહેવા પર ધ્યાન આપો. મારી પાસેથી નિયમ પ્રગટશે અને મારો ઈન્સાફ પ્રજાઓ માટે પ્રકાશરૂપ બની રહેશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે મારા લોકો, મારી વાત પર ધ્યાન આપો; અને હે મારી પ્રજા, મારા વચનને કાન દો; કેમ કે નિયમ મારી પાસેથી નીકળશે, ને મારો ન્યાયચુકાદો હું લોકોના અજવાળાને માટે સ્થાપિત કરીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હે મારા લોકો, મારી વાત ધ્યાનથી સાંભળો! હે મારી પ્રજા, મારી વાત કાને ધરો! કારણકે, હું મારો નિયમ પ્રજાઓને સંભળાવું છું, અને મારો ન્યાયચુકાદો તેમને પ્રકાશ આપશે.