Isaiah 52:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે પ્રભુ યહોવાહ એવું કહે છે, "શરૂઆતમાં મારા લોકો મિસરમાં અસ્થાયી વસવાટ કરવા માટે ગયા હતા; આશૂરે હમણાં જ તેમના ઉપર જુલમ કર્યો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે તો પોતે ઇજિપ્તમાં વસવા ગયા હતા. છેલ્લે આશ્શૂરે તમને વિનાકારણ રંજાડયા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે પ્રભુ યહોવા કહે છે, “પ્રથમ મારા લોક મિસરમાં પ્રવાસ કરવા માટે ગયા; અને આશૂરે વિના કારણ તેમના પર જુલમ કર્યો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કારણ કે યહોવા જે દેવ છે તેણે કહ્યું, “આરંભમાં તમે વસવાટ કરવા માટે મિસર ગયા હતા, પછી આશ્શૂરના લોકોએ તમારા ઉપર વિના કારણ જુલમ કર્યો.”

Recommended Reading