Isaiah 52:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સાંભળ, તારા ચોકીદારો પોકારે છે, તેઓ સાથે હર્ષનાદ કરે છે, કેમ કે યહોવાહ કેવી રીતે સિયોનમાં પાછા આવે છે, તે તેઓ નજરોનજર જોશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સાંભળ, તારા ચોકીદારો ઊંચે અવાજે એકી સાથે હર્ષના પોકાર કરે છે. તેઓ પ્રભુને સિયોનમાં પાછા આવતા નજરોનજર જોઈ રહ્યા છે!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સાંભળ, તારા ચોકીદારોની વાણી! તેઓ મોટે સાદે પોકારે છે, તેઓ સાથે હર્ષનાદ કરે છે; કેમ કે યહોવા શી રીતે સિયોનમાં પાછા આવે છે, તે તેઓ નજરોનજર જુએ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
નગરના ચોકીદારો ઉંચે સાદે એકી સાથે હર્ષનાદ કરે છે. કારણ, તેઓ યહોવાને સિયોનમાં પાછો આવતો નજરો નજર નિહાળે છે.