Isaiah 53:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તોપણ યહોવાહની મરજી તેને ઘાયલ કરીને કચરવાની હતી; જો તમે લોકો તેના જીવનને પાપનું બલિદાન બનાવો, તો તે પોતાનાં સંતાન જોશે, તે દીર્ઘાયુ થશે અને યહોવાહનો હેતુ તેના દ્વારા સફળ થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
છતાં પ્રભુની ઈચ્છા તો તેને કચડવાની અને પીડવાની હતી. તે પોતાની જાતનું ઈશ્વરને દોષનિવારણબલિ તરીકે અર્પણ ચડાવે ત્યારે તે પોતાનાં સંતાન જોવા પામશે. ત્યારે તે દીર્ઘાયુ થશે અને તેને હાથે ઈશ્વરનો ઈરાદો સિદ્ધ થશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તોપણ યહોવાની મરજી તેને કચરવાની હતી; તેણે તેને દુ:ખી કર્યો; તેના આત્માનું દોષાર્થાપર્ણ થશે ત્યારે તે પોતાનાં સંતાન જોશે, તે દીર્ઘાયુ થશે, ને તેને હાથે યહોવાનો હેતુ સફળ થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમ છતાં તેને કચરવાની અને વિપત્તિઓમાંથી પસાર કરવાની યહોવાની યોજના હતી. પણ જ્યારે તેના આત્માનું દોષાર્થાર્પણ થશે ત્યારે તે પોતાનાં વંશજોને જોવા પામશે, તે લાંબુ જીવન જીવશે અને યહોવાની યોજના તેના દ્વારા સફળ થશે.