Isaiah 53:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના પર જુલમ ગુજારવામાં આવ્યો; તો પણ તેણે નમ્ર થઈને પોતાનું મુખ ઉઘાડ્યું નહિ; જેમ હલવાનને વધ કરવા માટે લઈ જવામાં આવે છે અને જેમ ઘેટું પોતાના કાતરનારની આગળ મૂંગું રહે છે, તેમ તેણે પોતાનું મુખ ખોલ્યું નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેના પર ત્રાસ ગુજારવામાં આવ્યો અને પીડા દેવામાં આવી. પણ તે તેના મુખે એક શબ્દ પણ બોલ્યો નહિ. હલવાનને ક્તલખાને લઈ જવામાં આવે તેમ તેને લઈ જવામાં આવ્યો અને ઘેટું તેનું ઊન કાતરનારની આગળ મૂંગું રહે, તેમ તે પોતાને મુખે એક શબ્દ પણ બોલ્યો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેના પર જુલમ ગુજારવામાં આવ્યો તોપણ તેણે નમ્ર થઈને પોતાનું મોં ઉઘાડયું નહિ; હલવાન વધ કરવા માટે લઈ જવામાં આવે છે તેના જેવો, અને ઘેટી પોતાના કાતરનારની આગળ મૂંગી રહે છે, તેના જેવો તે હતો; તેણે તો પોતાનું મોં ઉઘાડયું જ નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેના પર ત્રાસ ગુજારવામાં આવ્યા અને તેને સંકટમાંથી પસાર થવું પડ્યું; તેમ છતાં તેણે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહિ. તેને હલવાનની જેમ વધ કરવા લાવવામાં આવ્યો; અને જેમ ઘેટી પોતાના કાતરનારની આગળ મૂંગી રહે, તેમ તેણે પોતાને દોષિત ઠરાવનારની આગળ પોતાનું મોં ખોલ્યું નહિ.