Isaiah 53:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેની કબર ગુનેગારોની સાથે ઠરાવેલી હતી, તેની મરણાવસ્થામાં તે ધનિકની સાથે હતો, તેમ છતાં તેણે કોઈ હિંસા કરી નહિ કે તેના મુખમાં કોઈ કપટ નહોતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દુષ્ટોની કબરોની જોડાજોડ જ તેની કબર રાખવામાં આવી અને તેની મરણાવસ્થામાં તે ધનવાનની સાથે હતો. કારણ, તેણે કંઈ હિંસા આચરી નહોતી કે તેના મુખમાં કંઈ કપટ નહોતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેની કબર દુષ્ટોની ભેગી ઠરાવેલી હતી, અને તેની મરણાવસ્થામાં તે દ્રવ્યવાનની સંઘાતે હતો; કેમ કે તેણે અપકાર કર્યો નહોતો, ને તેના મુખમાં કપટ નહોતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દુષ્ટો વચ્ચે તેની કબર બનાવવામાં આવી હતી અને તેનો મકબરો ધનિકો વચ્ચે મૂકવામાં આવ્યો હતો, જો કે તેણે કોઇ હિંસા આચરી નહોતી, કે કોઇ કપટ ઉચ્ચાર્યું નહોતું.