Isaiah 54:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
છતાં જો પર્વતો ખસી જાય અને ડુંગરો હચમચી જાય, તોપણ મારા કરારનું વિશ્વાસુપણું તારી પાસેથી ફરશે નહિ, કે મારો શાંતિનો કરાર ટળશે નહિ," તારા પર કૃપા રાખનાર યહોવાહ એવું કહે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પર્વતો ખસી જાય અને પર્વતો ચળી જાય પણ તારા પરનો મારો અવિરત પ્રેમ ટળી જશે નહિ. તને શાંતિ આપવા અંગે મેં કરેલો મારો કરાર રદ થશે નહિ.” તારા પર કરુણા દાખવનાર પ્રભુ એવું કહે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પર્વતો ખસી જાય, ને ડુંગરો ચળે; પણ મારી કૃપા તારા પરથી ટળશે નહિ, અને [તારી સાથેનો] મારો શાંતિનો કરાર ચળી જશે નહિ, તારા પર કૃપા રાખનાર યહોવા એવું કહે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા કહે છે, “ભલે પર્વતો ખસી જાય અને ડુંગરોનું અસ્તિત્વ નાશ પામે, પણ મારી ભલાઇ હંમેશા તમારી સાથે રહેશે. તમારી સાથે કરેલો મારો શાંતિનો કરાર કદી ખંડિત થશે નહિ.” એમ તમારા પર દયા કરનાર યહોવા કહે છે.