Isaiah 55:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કાંટાનાં ઝાડને સ્થાને લીલોતરી થશે અને જંગલનાં ગુલાબને સ્થાને મેંદી ઊગશે, અને તે યહોવાહને માટે, તેમના નામને માટે, અનંતકાળના ચિહ્ન તરીકે તેને કાપી નાખવામાં આવશે નહિ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કાંટાને બદલે દેવદાર અને જંગલી ગુલાબને બદલે મેંદી ઊગી નીકળશે.તે મારી પ્રભુની યાદગીરી અર્થે નાબૂદ ન થઈ જાય એવી સદાકાળની નિશાની બની રહેશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કાંટાના ઝાડને સ્થાને દેવદાર, અને રાની ગુલાબને સ્થાને મેંદી ઊગશે. તે યહોવાની નામના તરીકે, કદી નાશ પામશે નહિ એવું અનંતકાળ માટેનું સ્મારક થશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એક વખતે જ્યાં કાંટા-ઝાંખરા હતા, ત્યાં દેવદાર અને મેંદી ઊગી નીકળશે. આ પરાક્રમને કારણે યહોવાના નામનો મહિમા અમર થશે. તે શાશ્વત સ્મારકરૂપ પરાક્રમ અને ક્યારેય ન ભૂંસાય તેવી નિશાની થશે.”