Isaiah 55:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કાન દો અને મારી પાસે આવો! સાંભળો એટલે તમે જીવતા રહેશો! હું તમારી સાથે સદાકાળનો કરાર કરીશ, જે કરારનું વિશ્વાસુપણું મેં દાઉદને આપ્યું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કાન દઈને મારું સાંભળો અને મારી પાસે આવો. મારી પાસે આવો એટલે તમને જીવન પ્રાપ્ત થશે. હું તમારી સાથે સનાતન કરાર કરીશ અને દાવિદને વચનપૂર્વક આપેલી આશિષો તમને આપીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કાન દો, મારી પાસે આવો; સાંભળો, એટલે તમારો આત્મા જીવશે! અને દાઉદ પર [કરેલી] કૃપા જેમ નિશ્ચલ છે તે પ્રમાણે હું તમારી સાથે સદાકાળનો કરાર કરીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મારી પાસે આવો, હું કહુ છું તે સાંભળો. મારું સાંભળશો તો જીવન પામશો. હું તમારી સાથે કાયમનો કરાર કરીશ. મેં દાઉદને જે ઉપકારો કરવાનું વચન આપ્યું હતું તે તમારા ઉપર કરીશ.