Isaiah 56:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓના સર્વ ચોકીદારો અંધ છે; તેઓ સમજતા નથી; તેઓ સર્વ મૂંગા કૂતરા છે; જે ભસી શકતા નથી: તેઓ સપનાં જુએ છે, સૂઈ રહેનારા, ઊંઘણશી છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલી લોકના એ ચોકિયાતો તો આંધળા અને અજ્ઞાન છે. તેઓ તો ભસી ન શકે તેવા મૂંગા કૂતરા જેવા છે. તેઓ સ્વપ્નમાં રાચનારા, પડી રહેનારા અને નિદ્રાધીન છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેના ચોકીદારો આંધળા છે, તેઓ સર્વ અજ્ઞાન છે; તેઓ સર્વ મૂંગા કૂતરા છે કે, જેઓ ભસી શકતા નથી; તેઓ સ્વપ્નવશ, સૂઈ રહેનારા, અને ઊંઘણશી છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કારણ કે ઇસ્રાએલના બધાં ચોકીદારો સર્વ આંધળા છે અને કંઇ જાણતા નથી; તેઓ મૂંગા કૂતરા છે કે જે ભસતા નથી, તેના જેવા છે. તેઓ જમીન પર લાંબા થઇને સૂઇ રહેવાનું, આરામ કરવાનું તથા સ્વપ્નો જોવાનું પસંદ કરે છે.