Isaiah 56:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી જે પરદેશી યહોવાહનો અનુયાયી બનેલો છે તે એવું ન કહે કે, "યહોવાહ મને પોતાના લોકથી નિશ્ચે જુદો પાડશે." કોઈ ખોજાએ એમ ન કહેવું કે, "જુઓ, હું તો સુકાયેલુ ઝાડ છું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુના સંબંધમાં આવેલા પરદેશીએ ‘પ્રભુ મને પોતાના લોકની સાથે ભજન કરવા નહિ દે’ એમ બોલવું નહિ. અરે, ‘હું તો સુકાઈ ગયેલા વૃક્ષ સમાન નપુંસક છું.’ એમ વ્યંડળોએ કહેવાની જરૂર નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી જે પરદેશી યહોવાના સંબંધમાં આવેલો છે, તેણે એવું જ કહેવું કે યહોવા મને પોતાના લોકથી ખચીત જુદો પાડશે, વળી ખોજાએ ન કહેવું કે, જુઓ હું તો [માત્ર] સુકાયેલું ઝાડ છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાને શરણે આવેલા વિદેશીએ એમ ન કહેવું કે, “યહોવા મને પોતાના લોકોથી ખરેખર જુદો રાખશે,” અને કોઇ ખોજાએ એમ ન કહેવું કે, “હું તો સુકાઇ ગયેલું ઝાડ છું.”