Isaiah 57:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે એલોનવૃક્ષ તથા દરેક લીલા વૃક્ષ નીચે વિષયભોગમાં મસ્ત થાઓ છો અને પોતાના શરીરોને આવેશી કરો છો, તમે સૂકી નદીને કાંઠે, ખડકોની ફાટ નીચે બાળકોને મારી નાખો છો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે એલોનવૃક્ષો મધ્યે પ્રત્યેક ઘટાદાર વૃક્ષ નીચે વિષયભોગમાં રાચતાં ફળદ્રુપતાના દેવોનું ભજન કરો છો. તમે કોતરોમાં તમારાં બાળકોનાં બલિદાન ચડાવો છો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમે એલોનવૃક્ષો તથા હરેક લીલા ઝાડ નીચે વિષયભોગમાં મસ્ત થાઓ છો. નાળાંઓમાં ખડકોની ફાટ નીચે છોકરાંને મારી નાખો છો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે એકેએક દેવદાર વૃક્ષ નીચે વિષયભોગ કરો છો, ખાડીમાં અને ખડકોની ફાટોમાં બાળકોનો ભોગ આપો છો.