Isaiah 58:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે યહોવાહ તને નિત્ય દોરશે અને તારા આત્માના સૂકા પ્રદેશને તૃપ્ત કરશે અને તારાં હાડકાં મજબૂત કરશે. તું સારી રીતે પાણી પાયેલી વાડીના જેવો અને ઝરાના અખૂટ ભંડાર જેવો થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું પ્રભુ તને સતત દોરવણી આપતો રહીશ અને સૂક્ભઠ પ્રદેશમાં પણ તને તૃપ્ત કરીશ. હું તને તંદુરસ્ત અને મજબૂત બાંધાનો રાખીશ. તું પુષ્કળ પાણી પાયેલી વાડી જેવો અને કદી સૂકાઈ ન જાય એવા પાણીના ઝરા જેવો થઈશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવા તને નિત્ય દોરશે, ને સુકવણાની વેળાએ તારો જીવ તૃપ્ત કરશે, ને તને નવું બળ આપશે. તું સારી રીતે પાણી પીવડાવેલી વાડીના જેવો, ને ઝરાના અખૂટ પાણીના જેવો થઈશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું સતત તમને દોરતો રહીશ, અને મરુભૂમિમાં પણ તમને કશાની ખોટ નહિ પડવા દઉં. હું તમારા અંગોમાં બળ પૂરીશ. અને તમે જળ સીંચેલી વાડી જેવા, સદા વહેતાં ઝરા જેવા બની જશો.