Isaiah 58:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારામાંના ઘણા પુરાતનકાળનાં ખંડિયેર નગરોને ફરીથી બાંધશે; ઘણી પેઢીઓનાં ખંડિયેર પર તું ચણતર કરશે; તું "કોટને સમારનાર," "ધોરી માર્ગોનો મરામત કરનાર" કહેવાશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તારા વંશજો પ્રાચીનકાળનાં ખંડિયેરો બાંધશે અને તું પેઢીઓના જુના પાયા પર ચણતર કરશે. તું ફાટેલી દીવાલોને સમારનાર અને વસવાટની શેરીઓનું પુન:નિર્માણ કરનાર તરીકે ઓળખાશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જેઓ તારાથી ઉત્તન્ન થશે તેઓ પુરાતન કાળનાં ખંડિયેરોને બાંધશે. ઘણી પેઢીઓના પાયા [પર] તું ચણતર કરીશ; તું ફાટોને સમારનાર, ને ધોરી માર્ગોને મરામત કરનાર કહેવાઈશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઘણા સમયથી ખંડેર પડેલા તમારા નગરોને તમારાં સંતાનો ફરીથી બાંધશે, અને “ભીતો અને ધોરી માર્ગોને બાંધનારા લોકો” એવા નામથી તમે ઓળખાશો.