Isaiah 58:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ કહે છે, "અમે ઉપવાસ કર્યો છે પણ તમે કેમ જોયું નહિ? અમે અમારી જાતોને નમ્ર કરી, પણ કેમ તમે ધ્યાન આપ્યું નહિ?" જુઓ, ઉપવાસને દિવસે તમે તમારા આનંદને શોધો છો અને તમારા સર્વ મજૂરો પર જુલમ ગુજારો છો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ પૂછે છે, “પ્રભુ, અમે ઉપવાસ કર્યો છતાં તમે તે લક્ષમાં કેમ લીધો નથી? અમે આત્મકષ્ટ કર્યું છતાં તમે તે પ્રત્યે ધ્યાન કેમ આપ્યું નથી?” પ્રભુ તેમને કહે છે, “હકીક્ત એમ છે કે તમે તમારા ઉપવાસને દિવસે તમારાં તમામ કામક્જ કરો છો અને તમારા સર્વ મજૂરો પર જુલમ ગુજારો છો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
[તેઓ કહે છે કે,] ‘અમે ઉપવાસ કર્યો છે, ને તમે તે જોયું નથી, એમ કેમ? અમે અમારા આત્માને દુ:ખી કર્યો છે, ને તે તમે કેમ ધ્યાનમાં લેતા નથી!’ જુઓ તમારા ઉપવાસ કરવાને દિવસે તમે તમારાં કામકાજ કરો છો, ને તમારા સર્વ મજૂરો પર જુલમ ગુજારો છો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લોકો પૂછે છે કે, “યહોવા, તમે જો જોતા જ ન હોય તો પછી અમે ઉપવાસ શા માટે કરીએ? તું જો ધ્યાન જ ન આપતો હોય તો અમે શા માટે અમારી જાતને નમાવીએ?” પરંતુ યહોવા તેમને કહે છે, “તમે ઉપવાસ કરો છો ત્યારે પણ તમે તમારી મરજી મુજબ કરો છો અને તમારા મજૂરો ને ત્રાસ આપો છો.