Isaiah 6:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે મેં પૂછ્યું, "હે પ્રભુ, તે ક્યાં સુધી?" તેમણે કહ્યું, "જ્યાં સુધી નગરો વસ્તી વિનાનાં અને ઘરો માણસ વિનાનાં થાય અને ભૂમિ વેરાન થઈ જાય,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં પૂછયું, “પ્રભુ, આવું ક્યાં સુધી ચાલશે?” તેમણે જવાબ આપ્યો, “નગરો ખંડિયેર બનીને નિર્જન થાય, ઘરો વસ્તી વગરનાં બની જાય અને જમીન વેરાન અને પડતર બની જાય ત્યાં સુધી એમ થશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે મેં પૂછયું “હે પ્રભુ, તે ક્યાં સુધી?” તેમણે કહ્યું, “નગરો વસતિ વિનાનાં, અને ઘરો માણસ વિનાનાં ઉજજડ થાય, અને જમીન છેક વેરાન થઈ જાય,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી મેં પૂછયું, “તે ક્યાં સુધી આમ ચાલ્યા કરશે, હે માલિક?” તેણે કહ્યું, “શહેરો ખંડેર અને વેરાન બની જાય અને ઘરો માનવ વસ્તી વગરનાં બની જાય. અને ધરતી વેરાન અને ઉજ્જડ બની જાય ત્યાં સુધી.”