Isaiah 6:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે છતાં જો તેમાં લોકોનો દશમો ભાગ પણ રહે, તો તેનો ફરીથી વિનાશ કરવામાં આવશે; જેમ એલાહવૃક્ષ કે એલોન વૃક્ષ કાપી નાખવામાં આવ્યા પછી થડ રહે છે, તે પ્રમાણે પવિત્ર બીજ તેની જડમાં છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
છતાં દેશમાં દસમાંથી એક માણસ રહી જાય તો તેનો પણ નાશ થશે. પણ જેમ મસ્તગીવૃક્ષ અને ઓકવૃક્ષને કાપી નાખ્યા પછી તેના થડનું ઠૂંઠું રહી જાય છે તેમ ઈશ્વરના સમર્પિત શેષ લોક ભૂમિમાંના એવા ઠૂંઠા સમાન છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે છતાં જો તેમાં દશાંશ રહે, તો તે ફરીથી બાળવામાં આવશે; એલાહવૃક્ષ તથા એલોનવૃક્ષ પાડી નાખવામાં આવ્યા પછી ઠૂંઠું રહે છે, તે પ્રમાણે પવિત્ર બીજ ઠૂંઠા જેવું છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે છતાં જો તેનો દશમો ભાગ પણ બચી જાય, તો તેને ફરીથી બાળી નાખવામાં આવશે. જ્યારે મોટું ઝાડ કાપી નાખવામાં આવે છે ત્યારે ઠૂંઠા બાકી બચે છે. ઇસ્રાએલના બાકી રહેલા લોકો તે ઠૂંઠા જેવા હશે.