Isaiah 60:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારો સૂર્ય કદી અસ્ત થશે નહિ, કે તારો ચંદ્ર જતો રહેશે નહિ; કેમ કે યહોવાહ તારું સર્વકાળનું અજવાળું અને તારા શોકના દિવસો પૂરા થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તારા દુ:ખના દહાડા પૂરા થાય છે. કારણ, હું પ્રભુ તારે માટે કદી અસ્ત નહિ થનાર સૂર્ય અને કદી નહિ ઘટનાર ચંદ્રની જેમ સતત પ્રકાશરૂપ બની રહીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યાર પછી તારો સૂર્ય કદી અસ્ત પામશે નહિ, તેમ તારો ચંદ્ર જતો રહેશે નહિ; કેમ કે યહોવા તારું સદાકાળનું અજવાળું થશે, ને તારા શોકના દિવસો પૂરા થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તારો સૂર્ય હવે કદી આથમશે નહિ કે તારો ચંદ્ર છુપાશે નહિ, કારણ, હું યહોવા તારો શાશ્વત પ્રકાશ બની રહીશ અને તારા દુ:ખના દિવસોનો અંત આવશે.