Isaiah 60:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે તું તે જોઈને પ્રકાશિત થઈશ અને તારું હૃદય આનંદિત થશે અને ઊછળશે, કારણ કે સમુદ્રનું દ્રવ્ય તારા ઉપર રેડવામાં આવશે, પ્રજાઓનું દ્રવ્ય તારી પાસે લાવવામાં આવશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ જોઈને તું તેજસ્વી બની જશે; તારું હૃદય આનંદવિભોર થઈ થનગની ઊઠશે. પ્રજાઓની સંપત્તિ તારી પાસે લાવવામાં આવશે; સમુદ્રને પેલે પારથી તેમનું દ્રવ્ય તારી પાસે લાવવામાં આવશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે તું તે જોઈને પ્રકાશિત થઈશ, ને તારું હ્રદય ઊછળશે ને પ્રફુલ્લિત થશે; કેમ કે સમુદ્રનું દ્રવ્ય તારી પાસે વાળી લવાશે, ને પ્રજાઓનું દ્રવ્ય તારી પાસે લાવવામાં આવશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“એ જોઇને તમારી આંખો ખુશીથી ચળકશે અને તમારાં હૃદયો પ્રફુલ્લિત થશે, સમુદ્રની સંપત્તિ તમારી પાસે આવશે, દૂર દેશાવરોની સમૃદ્ધિ તમને અપાશે.