Isaiah 60:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઊંટોના કાફલા, મિદ્યાન અને એફાહમાંના ઊંટનાં બચ્ચાં તને ઢાંકી દેશે; તેઓ સર્વ શેબાથી આવશે; તેઓ સોનું તથા લોબાન લાવશે અને યહોવાહનાં સ્તોત્ર ગાશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મિદ્યાન અને એફાથી આવતા ઊંટોના કાફલાથી દેશ છવાઈ જશે. તેઓ શેબાથી સોનું તથા લોબાન લાવશે અને પ્રભુએ કરેલા કાર્યના શુભ સમાચાર પ્રગટ કરશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઊંટોનાં ઝુંડ, મિદ્યાન તથા એફાહમાંનાં ઊંટનાં બચ્ચાં તને ઢાંકી દેશે; શેબાથી સર્વ આવશે; તેઓ સોનું તથા લોબાન લાવશે, ને યહોવાનાં સ્તોત્ર જાહેર કરશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઊંટોના ટોળાથી તમારો દેશ છવાઇ જશે. તેઓ મિદ્યાન અને એફાહમાંના પ્રદેશમાંથી આવશે, શેબાથી પણ બધાં આવશે; સોનું અને લોબાન લઇને આવશે, યહોવાનાં સ્તોત્ર ગાતાં ગાતાં આવશે.