Isaiah 60:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેદારનાં સર્વ ટોળાં તારે માટે ભેગાં કરવામાં આવશે, નબાયોથનાં ઘેટાં તારી સેવાના કામમાં આવશે; તેઓ મારી વેદી પર માન્ય અર્પણ થશે અને હું મારા મહિમાવંત ઘરને મહિમાથી ભરી દઈશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કેદાર અને નબાયોથનાં બધાં ઘેટાં તારી પાસે બલિદાન માટે લાવવામાં આવશે અને પ્રભુને પ્રસન્‍ન કરવાને તેમનું વેદી પર અર્પણ ચડાવવામાં આવશે. અને પ્રભુ પોતાના ભવ્ય મંદિરને શોભાયમાન કરશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેદારનાં સર્વ ટોળાં તારે માટે ભેગાં કરવામાં આવશે, નબાયોથના ઘેટા તારી સેવાના કામમાં આવશે; તેઓ માન્ય થઈ મારી વેદી પર ચઢશે, ને મારા સુશોભિત મંદિરને હું શોભાયમાન કરીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કેદારના અને નબાયોથનાં બધાં ઘેટાંબકરાં તારા વિધિવત યજ્ઞ માટે લાવવામાં આવશે અને યહોવાની યજ્ઞ વેદી પર તેને પ્રસન્ન કરવા બલિ તરીકે હોમાશે અને તે એના મહિમાવંતા મંદિરનો મહિમા વધારશે.