Isaiah 61:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારી લાજના બદલામાં તમને બમણું મળશે; અને અપમાનને બદલે તેઓ પોતાને મળેલા હિસ્સાથી હરખાશે. તેથી તેઓ પોતાના દેશમાં બમણો વારસો પામશે; તેઓને અનંતકાળનો આનંદ મળશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારી શરમિંદગીને બદલે તમને બમણી સંપત્તિ મળશે અને તમારા લાંછનને બદલે તમને તમારા દેશનું વતન ભોગવવા મળશે. તમને અવિરત આનંદ પ્રાપ્ત થશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમારી લાજના બદલામાં તમને બમણું મળશે. અને [તમને થયેલા] અપમાનને બદલે તેઓ પોતાના મળેલા હિસ્સાથી હરખાશે. તેથી તેઓ પોતાના દેશમાં બમણો [વારસો] પામશે. તેમને અખંડ આનંદ મળશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તમારે બેવડી શરમ અનુભવવી પડી હતી, અપમાન અને તિરસ્કાર વેઠવાં પડ્યા હતાં; તેથી હવે તમને તમારા પોતાના દેશમાં બમણી સંપત્તિ પ્રાપ્ત થશે, અને તમે શાશ્વત આનંદ ભોગવશો.