Isaiah 63:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમના લોકોએ મૂસાના પુરાતન સમયનું સ્મરણ કર્યું. તેઓએ કહ્યું, "સમુદ્રમાંથી જે અમોને પોતાના ટોળાંના પાળક સહિત ઉપર લાવ્યા તે ઈશ્વર ક્યાં છે? જેમણે અમારામાં પોતાનો પવિત્ર આત્મા મૂક્યો, તે ઈશ્વર ક્યાં છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે તેમના લોકે ભૂતકાળને સંભાર્યો. પ્રભુના સેવક મોશે અને તેની સાથેના લોકોના દિવસો યાદ કરતાં કહ્યું, “પોતાના લોકને તેમના ઘેટાંપાલકો સહિત સમુદ્રમાં થઈને દોરી જનાર ક્યાં છે? તેમની વચમાં પોતાનો પવિત્ર આત્મા રાખનાર કયાં છે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે તેમના લોકોએ પુરાતન સમયનું [તથા] મૂસાનું સ્મરણ કર્યું, અને કહ્યું, “સમુદ્ર પાસેથી જે અમોને પોતાના ટોળાના પાળક સહિત ઉપર લાવ્યા તે આત્મા મૂકયો,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તેમણે તેમના સેવક મૂસાના જૂના દિવસો યાદ કર્યા અને કહેવા લાગ્યા, પોતાના લોકોના આગેવાનને સમુદ્રમાંથી પાર ઉતારનાર યહોવા ક્યાં છે? તેમનામાં પોતાના આત્માનો સંચાર કરનાર એ ક્યાં છે?