Isaiah 64:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે યહોવાહ, તમે અતિશય કોપાયમાન ન થાઓ, કે સર્વકાળ અમારાં પાપનું સ્મરણ ન કરો. અમે વિનંતી કરીએ છીએ, અમને જુઓ, અમે સર્વ તમારા લોકો છીએ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી હે પ્રભુ, અમારા પર અતિશય ગુસ્સે થશો નહિ અને અમારાં પાપ અમારી વિરુદ્ધ કાયમ માટે સંભાર્યા કરશો નહિ. અમારી અરજ છે કે અમે તમારા લોક છીએ એ વાત લક્ષમાં લો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે યહોવા, તમે અતિશય કોપાયમાન ન થાઓ, ને સર્વકાળ અમારા [અધર્મ] નું સ્મરણ ન કરો; જુઓ, નજર કરીને જુઓ, અમે તમને વીનવીએ છીએ, અમે સર્વ તમારા લોકો છીએ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે યહોવા, વધારે કોપ કરશો નહિ, અમારાં પાપ સદા સંભારશો નહિ! જરા અમારા સામું જુઓ! અમે બધા તમારી પ્રજા છીએ.