Isaiah 65:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ તમે જેઓ યહોવાહનો ત્યાગ કરનારા છો, જે મારા પવિત્ર પર્વતને વીસરી ગયા છો, જે ભાગ્યદેવતાને માટે મેજ પાથરો છો અને વિધાતાની આગળ મિશ્ર દ્રાક્ષારસ ધરો છો
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“પણ તમે જેઓ મારો ત્યાગ કરીને તથા મારા પવિત્ર પર્વત સિયોનને વીસરી જઈને ભાગ્યદેવતા ગાદને નૈવેદ્ય ધરીને તથા નિયતિ દેવતા મેનીને માટે મિશ્ર દ્રાક્ષાસવના પ્યાલા ભરીને તેમની ઉપાસના કરો છો તેમને માટે તો હું આમ કરીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ તમે જે યહોવાનો ત્યાગ કરનારા, મારા પવિત્ર પર્વતને વીસરનારા સૌભાગ્ય [દેવી] ને માટે ભાણું પીરસનારા, ને વિધાતાની આગળ મિશ્ર દ્રાક્ષારસ ધરનારા;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પરંતુ તમે મારો ત્યાગ કરનારા છો, મારા પવિત્ર પર્વત સિયોનને ભૂલી ગયા છો, ભાગ્યદેવતાઓને થાળ ધરાવો છો અને એમને જાતજાતનાં દ્રાક્ષારસની પ્યાલીનું નૈવેદ્ય ચઢાવો છો;