Isaiah 65:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જુઓ, એ મારી આગળ લખેલું છે: હું તેઓને એનો બદલો વાળ્યા વિના, શાંત બેસી રહેનાર નથી; હું તેઓને બદલો વાળી આપીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“જુઓ, મેં તો તેમને જે સજા કરવાની છે તે લખી નાખી છે. હવે હું જંપીને બેસીશ નહિ, પણ તેમના અને તેમના પૂર્વજોના બધા અપરાધોનો ભર્યોપૂર્યો બદલો તેમના ખોળામાં જ વાળી આપીશ. કારણ, તેમણે પારકા દેવનાં ઉચ્ચસ્થાનો પર ધૂપ બાળ્યો છે અને ડુંગરો પર મારી નિંદા કરી છે. તેમનાં એ અગાઉનાં બધાં ગામોનો પૂરો બદલો હું તેમના ખોળામાં જ માપી આપીશ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જુઓ, એ મારી આગળ લખેલું છે: ‘હું બદલો વાળી આપ્યા વિના છાનો રહેનાર નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જુઓ, આ સત્ય મારી આગળ નોધેલું છે: એનો બદલો આપ્યા વગર હું જંપીશ નહિ.