Isaiah 65:7 — Compare Translations

3 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું તેઓનાં પાપોને તથા તેઓના પૂર્વજોનાં પાપોનો બદલો વાળી આપીશ," એમ યહોવાહ કહે છે. "જેઓએ પર્વતો પર ધૂપ બાળ્યો છે અને ટેકરીઓ પર મારી નિંદા કરી તેનો બદલો વાળીશ. વળી હું તેઓની અગાઉની કરણીઓને તેઓના ખોળામાં માપી આપીશ."
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવાએ કહ્યું છે, તેમના ઉરમાં તમારા પોતાના અપરાધોનો બદલો, તથા તમારા પૂર્વજો કે, જેઓએ પર્વતો પર ધૂપ બાળ્યો હતો, ને ડુંગરો પર મને નિંદ્યો હતો, તેમના અપરાધોનો હું એકત્ર બદલો વાળીશ. વળી હું પ્રથમ તેમની કરણીઓનું ફળ તેમના ઉરમાં માપી આપીશ.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું તેઓના પાપોનો જ નહિ પરંતુ તેઓના પિતૃઓના પાપોનો પણ બદલો તેઓને આપીશ. કારણ કે તેઓએ પણ પર્વતો પર ધૂપ બાળ્યો છે અને ટેકરીઓ પર મારું અપમાન કર્યું છે. હું તેઓના અપરાધોનો પૂરો બદલો વાળી આપીશ.”

Recommended Reading