Isaiah 66:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારું પોષણ થશે અને તમે તૃપ્ત થશો; તમે તેના સ્તનપાનથી દિલાસો પામશો; કેમ કે તમે તેમાંથી ભરપૂર પીશો અને તેના અતિ મહિમામાં આનંદિત થશો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યરુશાલેમને મળેલા સાંત્વનનું સ્તનપાન કરીને તમે તૃપ્ત થશો. બાળક સ્તનપાન કરવામાં તલ્લીન થઈ જાય તેમ તમે યરુશાલેમની સમૃદ્ધિથી આનંદ પામશો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જેથી તમે તેના દિલાસાનું સ્તનપાન કરીને ધરાઓ, અને તેના ભરપૂર ગૌરવમાંથી ચૂસીને મગ્ન થાઓ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
માતાની શાતાદાયક છાતીએ ધાવીને બાળક જેમ ધરપત અનુભવે છે તેમ તમે એની ભરી ભરી સમૃદ્ધિ ભોગવીને તૃપ્તિ પામશો.”