Isaiah 66:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બગીચાઓમાં જવાને માટે તેઓ પોતાને શુદ્ધ અને પવિત્ર કરે છે, તેઓની પાછળ, જેઓ ભૂંડનું માંસ અને ઉંદર જેવી ધિક્કારપાત્ર વસ્તુઓ ખાય છે તેઓ આવે છે. "તેઓ સૌથી અંતમાં આવશે" એવું યહોવાહ કહે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ કહે છે, “પોતાને પવિત્ર અને શુદ્ધ કરીને પારકા દેવના સરઘસમાં જોડાઈને જેઓ પવિત્ર બગીચાઓમાં જાય છે; જેઓ ભૂંડ, ઊંદર અને અન્ય અશુદ્ધ વસ્તુઓ ખાય છે તેઓ સૌનો એક સાથે અંત આવી લાગ્યો છે. તેમનાં કાર્યો અને કલ્પનાઓ હું જાણું છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વચ્ચે રહેનારની પાછળ જેઓ વાડીઓમાં જવાને માટે પોતાને શુદ્ધ ને પવિત્ર કરે છે, જેઓ ભૂંડનું માંસ તથા કંટાળો ઉપજાવનારી વસ્તુઓ તથા ઊંદર ખાનારા છે, તેઓ સર્વ નાશ પામશે, ” એમ યહોવા કહે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જેઓ દેહશુદ્ધિ કરી, સરઘસ કાઢી બીજા દેવોનાં ઉપવનમાં પૂજા કરવા પ્રવેશ કરે છે, “જેઓ ભૂંડનું માંસ, ઊંદર અને સાપોલિયાનાં મના કરાયેલા માંસની ઉજાણી કરે છે, તે બધાનો તેમના કૃત્યો અને વિચારો સાથે દુ:ખદ અંત આવશે.