Isaiah 66:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નગરમાંથી યુદ્ધના કોલાહલનો અવાજ આવે છે, સભાસ્થાનમાંથી અવાજ સંભળાય છે, યહોવાહ જે શત્રુઓને બદલો વાળી આપે છે તેનો અવાજ સંભળાય છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સાંભળો! શહેરમાં બૂમરાણ મચ્યું છે. મંદિરમાં અવાજ સંભળાય છે. એ તો પોતાના શત્રુઓને ભરીપૂરીને બદલો વાળી રહેલ પ્રભુનો અવાજ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
નગર તરફ હંગામાનો અવાજ! મંદિર તરફથી કોલાહલ! જે પોતાના શત્રુઓને બદલો વાળી આપે છે તે યહોવાનો સ્વર!
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સાંભળો, નગરમાં આ સર્વ કોલાહલ ઊઠે છે, મંદિરમાંથી અવાજ સંભળાય છે! એ પોતાના દુશ્મનો પર વૈર વાળતા યહોવાનો અવાજ છે.