Isaiah 66:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આવું કોણે સાંભળ્યું છે? આવું કોણે જોયું છે? શું એક દિવસમાં દેશ અસ્તિત્વમાં આવે? શું પ્રજા એક જ ક્ષણમાં સ્થાપિત થાય? તેમ છતાં સિયોનને પ્રસવવેદના થઈ અને તેણે પોતાનાં બાળકોને જન્મ આપ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શું કોઈએ આવું કદી જોયું કે સાંભળ્યું છે? શું એક જ દિવસમાં દેશનો પ્રસવ થઈ જાય? શું એક ક્ષણમાં પ્રજાનો ઉદ્ભવ થઈ જાય? પણ સિયોનને તો પ્રસવવેદના થતાંની સાથે જ તે સંતાનોને જન્મ આપશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આ પ્રમાણે કોણે સાંભળ્યું છે? આ પ્રમાણે કોણે જોયું છે? શું એક દિવસમાં દેશનો પ્રસવ થાય? શું પ્રજા એકાએક જન્મ પામે? પરંતુ સિયોનને પ્રસવવેદના થઈ કે તરત જ તેણે પોતાનાં છોકરાંને જન્મ આપ્યો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આવું કદી કોઇએ જોયું છે કે સાંભળ્યું છે? શું એક જ દિવસમાં કદી કોઇ દેશ અસ્તિત્વમાં આવે ખરો? સિયોનને પ્રસવ વેદના વેઠવી પડશે નહિ, અને તે પહેલાં એ દેશને જન્મ આપશે.”