Isaiah 7:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે યહોવાહે યશાયાને કહ્યું, "તું તારા પુત્ર શાર-યાશૂબને લઈને તમે બંને ધોબીના ખેતરને રસ્તે આવતા ઉપલા કુંડના નાળાના છેડા આગળ આહાઝને મળવા જાઓ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ યશાયાને કહ્યું, “તું તારી સાથે તારા પુત્ર શઆર-યાશૂબ [અર્થાત્ બચેલો શેષ પાછો ફરશે]ને લઈને આહાઝ રાજાને મળવા જા. તે તને ધોબીઘાટને માર્ગે ઉપરના કુંડના નાળાને છેડે મળશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે યહોવાએ યશાયાને કહ્યું, “તું તથા તારો દીકરો શાર-યાશૂબ ધોબીના ખેતરની સડકે, ઉપલા કુંડના નાળાના છેડા આગળ આહાઝને મળવા જાઓ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ યહોવાએ યશાયાને કહ્યું, “જા, તારા પુત્ર શઆર-યાશૂબને લઇને ધોબીઘાટને રસ્તે આવતા ઉપલા કુંડના નાળાના છેડે આહાઝને મળવા જાઓ.