Isaiah 8:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દુ:ખી તથા ભૂખ્યા થઈને તેઓ દેશમાં ભટકશે. જ્યારે તેઓ ભૂખ્યા થશે, ત્યારે તેઓ ગુસ્સે થશે અને ઊંચે આકાશ તરફ જોઈને પોતાના રાજાને તથા પોતાના ઈશ્વરને શાપ આપશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પીડિતો અને કંગાલો આખા દેશમાં ભટકશે. તેઓ આકાશ તરફ મીટ માંડશે. તેઓ ભૂખના માર્યા રોષે ભરાઈને તેમના રાજાને અને ઈશ્વરને શાપ દેશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દુ:ખી તથા ભૂખ્યા થઈને, તેઓ [દેશમાં] ભટકશે; અને ભૂખ્યા થઈને તેઓ ક્રોધાયમાન થશે, ને પોતાના રાજાને તથા પોતાના ઈશ્વરને શાપ આપશે, તેઓ આકાશ તરફ જોશે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ભૂખથી અને દુ:ખથી પીડાતા લોકો આખા દેશમાં ભટકશે. ભૂખના માર્યા ગુસ્સે થઇને તેઓ પોતાના રાજાને અને દેવને શાપ આપશે, અને ઊંચે આકાશ તરફ જોશે;