Isaiah 8:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી પ્રભુ તેઓ પર નદીના ધસમસતાં અને પુષ્કળ પાણીને, એટલે આશૂરના રાજાને તેનાં સંપૂર્ણ બળ સાથે લાવશે. તે તેના સર્વ નાળાપર અને સર્વ કાંઠા પર ફરી વળશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે માટે હું પ્રભુ આશ્શૂરના રાજાને તેના શસ્ત્રસજ્જિત સૈન્ય સાથે યહૂદિયા પર ચડાઈ કરવા લઈ આવીશ. તેઓ યુફ્રેટિસ નદીના વિશાળ અને ધસમસતા પ્રવાહની જેમ ચડી આવશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માટે જુઓ, પ્રભુ તેઓ પર નદીના જબરા તથા પુષ્કળ પાણીને, એટલે આશૂરના રાજાને, તેના પૂરા ઠાઠમાઠસહિત ચઢાવી લાવશે; તે તેનાં સર્વ નાળાં પર ચઢી આવશે, ને તેનાં સર્વ કાંઠાઓ પર ફરી વળશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી હું યહોવા યહૂદા પર ફ્રાત નદીના ધસમસતાં અને વેગીલા જળપ્રવાહને લઇને આવીશ, હું આશ્શૂરના રાજા તથા તેના સમગ્ર બળવાન સૈન્ય સાથે આવીશ. જળપ્રવાહ ઉભરાઇ જશે અને સમગ્ર તટ પ્રદેશને સપાટામાં લઇ લેશે.