James 1:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પરંતુ કંઈ પણ શંકા રાખ્યા વગર વિશ્વાસથી માગવું; કેમ કે જે કોઈ સંદેહ રાખીને માગે છે, તે પવનથી ઊછળતા તથા અફળાતા સમુદ્રના મોજાના જેવો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ તમારે વિશ્વાસપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ અને શંકા લાવવી જોઈએ નહિ. શંકાશીલ માણસ પવનથી ઊછળતા દરિયાના મોજાં જેવો અસ્થિર છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પરંતુ કંઈ પણ શંકા રાખ્યા વગર વિશ્વાસથી માંગવું, કેમ કે જે કોઈ શંકા રાખે છે તે પવનથી ઊછળતા તથા અફળાતા સમુદ્રના મોજાના જેવો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ દેવ પાસે તમે જે કઈ પણ માગો ત્યારે તમારે ખૂબજ વિશ્વાસથી અને તમારા મનમાં શંકા રાખ્યા વિના માગવું જોઈએે. દેવ વિષે જે કોઈ વ્યક્તિ શંકા કરે છે તે પવનના ઉછળતા તથા સમુદ્ધનાં ઊછળતા, અફળાતા મોંજા જેવો છે.