James 2:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે તમે સુંદર કિંમતી વસ્ત્ર ધારણ કરેલા માણસને માન આપીને કહો છો, 'તમે અહીં ઉત્તમ સ્થાને બેસો,' પણ પેલા ગરીબને કહો છો, 'તું ત્યાં ઊભો રહે,' અથવા 'અહીં મારા પગનાં આસન પાસે બેસ;'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો તમે કિંમતી પોશાક પહેરેલાને માન આપો અને કહો, “આ સારી જગ્યાએ બેસો,” પણ પેલા ગરીબને કહો, “ઊભો રહે,” અથવા “મારા પગ પાસે અહીં જમીન પર બેસી જા”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તમે સુંદર કીમતી વસ્‍ત્ર પહેરેલા માણસને માન આપીને કહો છો, “તમે અહીં ઉત્તમ સ્થાને બેસો”, પણ પેલા ગરીબ માણસને કહો છો, “તું ત્યાં ઊભો રહે.” અથવા “અહીં મારા પગના આસન પાસે બેસ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તો તમે સારાં કપડાં પહેરેલા માણસ તરફ ખાસ ધ્યાન આપો છો. અને તમે તેને કહો છો કે, “આ સારા આસને બેસ;” જ્યારે ગરીબ માણસને તમે કહેશો કે, “તું ત્યાં ઊભો રહે,” અથવા, “મારા પગના આસન પાસે બેસ!”