James 4:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે ઇચ્છા રાખો છો, પણ તે તૃપ્ત થતી નથી, તેથી તમે હત્યા કરો છો અને ઝંખના રાખો છો પણ કંઈ મેળવી શકતા નથી; તમે લડાઈ ઝઘડા કરો છો; પણ તમારી પાસે કંઈ નથી, કેમ કે તમે માગતા નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે દુર્વાસના સેવો છો, પણ તે તૃપ્ત થતી નથી, અને તેથી તમે ખૂન કરો છો; તમે કેટલીક વસ્તુઓની તીવ્ર ઝંખના રાખો છો, પણ તમે તે પ્રાપ્ત કરી શક્તા નથી અને તેથી તમે ઝઘડા કરો છો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમે કુઇચ્છા રાખો છો, પણ તે તૃપ્ત થતી નથી. તમે હત્યા કરો છો, અને લોભ રાખો છો, પણ કંઈ મેળવી શક્તા નથી. તમે લડાઈ ઝઘડા કરો છો; પણ તમારી પાસે કંઈ નથી, કેમ કે તમે માગતા નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમારી પાસે જે નથી તે પ્રાપ્ત કરવા તમે સ્વાર્થી ઈચ્છા રાખો છો અને તે મેળવવા અદેખાઇ કરો છો અને તેથી તમે હત્યા કરો છો પરંતુ કશું મેળવી શકતા નથી. વળી તે માટે તમે વિવાદ અને ઝઘડા કરો છો. તમારે જે જોઈએે છે તે તમને મળતું નથી કારણ તમે દેવ પાસે માંગતા નથી.