James 5:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ મારા ભાઈઓ, વિશેષે કરીને તમે સમ ન ખાઓ; સ્વર્ગના નહિ કે પૃથ્વીના નહિ કે બીજા કોઈનાં સમ ન ખાઓ; પણ તમને સજા થાય નહિ માટે તમારી 'હા' તે 'હા' અને 'ના' તે 'ના' હોય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારા ભાઈઓ, વિશેષે કરીને તમે વચન આપો ત્યારે સોગંદ ખાશો નહિ. આકાશના, પૃથ્વીના કે બીજા કોઈના સોગંદ ખાવા નહિ. જ્યારે તમારે “હા” કહેવું છે ત્યારે “હા” જ કહો અને જ્યારે “ના” પાડવી છે ત્યારે “ના” જ કહો; એ માટે કે તમને દોષિત ઠરાવવામાં ન આવે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ મારા ભાઈઓ, વિશેષ કરીને તમે સમ ન ખાઓ, આકાશના નહિ કે પૃથ્વીના નહિ તેમ જ બીજા કોઈના સમ ન ખાઓ, પણ તમને સજા ન થાય, માટે તમારી “હા” તે સાફ “હા” અને “ના” તે સાફ “ના” થાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મારા ભાઈઓ અને બહેનો, જ્યારે તમે વચન આપો ત્યારે સમ ન ખાઓ. તે ખૂબજ મહત્વનું છે કે તમે જે કહો છો તેને સાબિત કરવામાં આકાશ, ધરતી અથવા બીજી કોઈ પણ વસ્તુના નામના સમ ન ખાઓ. જ્યારે તમે હકારાત્મક છો ત્યારે માત્ર “હા” કહો અને નકારાત્મક છો, ત્યારે માત્ર “ના” કહો. આમ કરો કે જેથી તમે ગુનેગાર ન ઠરો.