Jeremiah 11:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે યહૂદિયા તારાં જેટલાં નગરો છે તેટલાં તમારા દેવો છે. અને તમે ઘૃણાસ્પદ વસ્તુઓને નામે યરુશાલેમના મહોલ્લા જેટલી વેદીઓ બાંધી છે. એટલે બઆલની આગળ ધૂપ બાળવા સારુ વેદીઓ બાંધી છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, યહૂદિયાનાં જેટલાં નગરો તેટલા તેમના દેવો છે. યરુશાલેમમાં જેટલી શેરીઓ છે તેટલી વેદીઓ તેમણે શરમજનક બઆલ દેવ આગળ ધૂપ બાળવા માટે બાંધી છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે, હે યહૂદિયા, જેટલાં તારાં નગર તેટલા તારા દેવ થયા છે! અને તમે તે નિર્લજ્જ વસ્તુને નામે યરુશાલેમના મહોલ્લાઓ જેટલી વેદીઓ બાંધી છે, એટલે બાલની આગળ ધૂપ બાળવા માટે વેદીઓ બાંધી છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હે મારા લોકો, તમારા જેટલાં નગરો છે તેટલા તમારા દેવો છે. અને યરૂશાલેમના વતનીઓએ શહેરમાં જેટલા મહોલ્લા છે તેટલી યજ્ઞવેદીઓ ઘૃણાસ્પદ બઆલદેવ માટે ચણી છે.